ભરૂચ : વાગરાના સુતરેલ ગામ પાસે ટેન્કર પલ્ટી માર્યું, છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બીજી ઘટના...

રાત્રીના સમયે અકસ્માત સર્જાતા વાહનો તેમજ રાહદારીઓની અવર-જવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી

Update: 2024-02-06 09:46 GMT

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુતરેલ ગામ નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર વપરાતું મિક્સ્ચર ટેન્કર પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી. જોકે, છેલ્લા 24 કલાકમાં વાગરા તાલુકામાં અકસ્માતની 2 ઘટનાઓ સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, ગતરોજ વાગરા CISF કોલોની નજીક એક ટ્રક પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. તો બીજી ઘટનામાં રાત્રીના સમયે ટેન્કર ચાલકને અકસ્માત નડ્યો હતો. જોકે, સદ્દનસીબે બંને ઘટનાઓમાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી. બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ, વાગરાથી દહેજ તરફ જતું મિક્સ્ચર ટેન્કર નંબર GJ-11-Z-9016ને વાગરા તાલુકાના સુતરેલ ગામ નજીક અકસ્માત નડ્યો હતો. સુતરેલ ગામ નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર વપરાતું મિક્સ્ચર ટેન્કર પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.


ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. રાત્રીના સમયે અકસ્માત સર્જાતા વાહનો તેમજ રાહદારીઓની અવર-જવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી. ટેન્કર પલ્ટી જતા ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ, ચાલકની સમયસૂચકતાથી તેનો આબાદ બચાવ થયો હતો.

Tags:    

Similar News