ભાવનગર : વિદેશી પક્ષીનો શિકાર કરવા 2 શખ્સોએ તળાવના પાણીમાં ભેળવી દીધું ઝેર, જુઓ પછી શું થયું..!

Update: 2021-01-25 06:48 GMT

ભાવનગર જિલ્લાના જુના રતનપર ગામે વિદેશી પક્ષીઓનો શિકાર કરતા 2 ઈસમોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. આ બન્ને ઇસમો જુના રતનપર ગામની સિમ આવેલ તળાવના પાણીમાં ઝેર ભેળવી વિદેશી કુંજ પક્ષીઓનો શિકાર કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ભાવનગરના જુના રતનપર ગામેથી વિદેશી કુંજ પક્ષીનો શિકાર કરતા 2 શખ્સો ઝડપાયા છે. બાતમીના આધારે વન વિભાગની ટીમે બન્ને આરોપીઓને મૃત વિદેશી કુંજ પક્ષી સાથે ઝડપી પાડ્યા છે. ભાવનગર વન વિભાગ અને બોટાદ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક તથા ભાવનગર વન વિભાગના મદદનીશ વન સંરક્ષકની સૂચના હેઠળ વન વિભાગનો સ્ટાફ તપાસમાં હતો તે દરમ્યાન ભાવનગર તાલુકાના જૂના રતનપર ગામની સીમમાં વિદેશી કુંજ પક્ષીનો શિકાર કરતા 2 શખ્સો ઝડપાયા હતા. જેમાં જૂના રતનપર ગામના રહેવાસી 20 વર્ષીય કરણ જશભુરિયા અને 30 વર્ષીય મુન્ના જશભુરીયા રંગે હાથ ઝડપાયા હતા, ત્યારે હાલ તો બન્ને શખ્સો વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News