ભાવનગર : મહિલાઓ બની પુરૂષ સમોવડી, જુઓ કુલી મહિલાઓની સંઘર્ષ ગાથા

Update: 2020-03-08 10:41 GMT

સમગ્ર વિશ્વમાં આજે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર

રેલવે સ્ટેશન પર કુલીની કામગીરી કરી 12 જેટલી મહિલાઓ સન્માનપુર્વક

પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. જુઓ અમારો વિશેષ અહેવાલ…..

આપ સૌએ ટ્રેનમાં મુસાફરી તો કરી જ હશે. કોઇ પણ સ્ટેશન આવે એટલે કુલીઓ ડબ્બાની

આસપાસ ગોઠવાય જતાં હોય છે. પણ આપ જો ભાવનગર રેલવે સ્ટેશન પર જશો તો તમને મહિલા

કુલીઓ જોવા મળશે. ભાવનગર રેલવે સ્ટેશન પર હાલમાં 12 મહીલા કુલીઓ ફરજ બજાવી રહી છે.

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભોઇ સમાજની મહિલાઓને આજથી વર્ષો પહેલા ખાસ

બેઇઝ આપી કુલી તરીકે કામ કરવાનું સન્માન આપ્યું હતું. આ મન સન્માનને આજે પણ આ

સમાજની મહિલાઓએ વારસામાં જાળવી રાખી કુલી તરીકે પોતાની કામગીરી જાળવી રાખી છે.

વર્ષો પહેલા ભાવનગર  રેલ્વે સ્ટેશન પર મહિલા

કુલીની સંખ્યા મોટા પ્રમાણમાં હતી પરંતુ આધુનિક ટેકનોલોજી ધરાવતી બેગના આવિષ્કાર

બાદ કુલીઓને મળતું કામ ઘટવા લાગ્યું છે ત્યારે કુલીઓ પણ અન્ય વ્યવસાય તરફ વળી ગયાં

છે. ભાવનગર સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનો આવે ત્યારે મહિલા કુલીઓ પ્લેટફોર્મ ઉપર

હાજર થઇ જાય છે. આજની મોંઘવારીમાં પણ આ મહિલાઓ સ્વમાનભેર કમાણી કરી પરિવારનું

ગુજરાન ચલાવી રહી છે. કનેકટ ગુજરાત પરિવાર તરફથી આ મહિલાઓના સાહસ અને શૌર્યનું

સન્માન કરવામાં આવે છે. 

Tags:    

Similar News