મોંઘવારી સામે લડત, RBI વ્યાજ દર 5.9 ટકા સુધી વધારશે...

દેશમાં હાલ રેપો રેટ 4.9 ટકા છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ફુગાવો 6.7 ટકા નોંધાવાનો લક્ષ્યાંક આરબીઆઈએ મૂક્યો હતો.

Update: 2022-06-15 08:54 GMT

દેશમાં મોંઘવારી ના આંકડાને ધ્યાનમાં રાખતાં આરબીઆઈ ડિસેમ્બર અંત સુધી વ્યાજ દર 5.90 ટકા કરી શકે છે. ફિચ રેટિંગ્સ દેશની ઈકોનોમી આંતરરાષ્ટ્રીય સ્તરે ખરાબ માહોલ, ચીજવસ્તુના ભાવમાં વધારો અને કડક વૈશ્વિક નાણાકીય નીતિ સહિતના પડકારોનો સામનો કરી રહી હોવાનું જણાવ્યું છે..

દેશમાં હાલ રેપો રેટ 4.9 ટકા છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ફુગાવો 6.7 ટકા નોંધાવાનો લક્ષ્યાંક આરબીઆઈએ મૂક્યો હતો. જો કે, મેમાં રિટેલ ફુગાવો 7.04 ટકા સાથે આઠ વર્ષની ટોચે પહોંચ્યા હતો. જૂન ત્રિમાસિકમાં માગ મજબૂત રહેતા અર્થતંત્રમાં સુધારાનો આશાવાદ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક માં જીડીપી 4.1 ટકા નોંધાયો હતો. જે વર્ષના અંતે 7.8 ટકા રહેવાનો સંકેત આપ્યો છે. અગાઉ 8.5 ટકા જીડીપી ગ્રોથ અંદાજ આવ્યો હતો.

ગત સપ્તાહે ફિચે દેશનું સોવરિન આઉટલુક નેગેટિવ માંથી સુધારી સ્થિર કર્યો હતો. જો કે, રેટિંગ BBB- પર જાળવી રાખ્યું હતું. દેશનો જીડીપી ગ્રોથ ઝડપથી રિકવર થયા હોવા છતાં વર્તમાન પડકારો મધ્યમગાળા માટે અસર કરી શકે છે.તો બીજીબાજુ કોમોડિટીના ભાવ વધવાની ભીતિ વચ્ચે ઝડપી આર્થિક રિકવરી તેમજ નાણાકીય સેક્ટરમાં મજબૂત ગ્રોથ થી મધ્યમથી ટૂંકાગાળા માટે જીડીપી ગ્રોથ મજબૂત રહેશે.

Tags:    

Similar News