નવા વર્ષમાં સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો,વાંચો આજના લેટેસ્ટ ભાવ

નવા વર્ષમાં સોનાની ખરીદી માટે આ સારી તક છે. વર્ષ 2021માં સોનાના ભાવમાં લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

Update: 2022-01-03 06:43 GMT

નવા વર્ષમાં સોનાની ખરીદી માટે આ સારી તક છે. વર્ષ 2021માં સોનાના ભાવમાં લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજ વર્ષના પહેલા સોમવારે સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન ટ્રેજરી યીલ્ડમાં તેજીની વચ્ચે મજબૂત વૈશ્વિક વલણ જોતા સોનાના ભાવ પર આંશિક અસર જોવા મળી છે. આજે MCX પર સોના વાયદો 0.19 ટકા અથવા 49 રુપિયાના ઘટાડા સાથે 48, 056 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યું છે. ત્યારે ચાંદી 0.37 ટકા અથવા 230 રુપિયા ઘટાડા સાથે 62,430 રુપિયા પ્રતિ કિલોગ્રામ હતુ. સોનાનું આ સમયે 56200 પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈથી લગભગ 8,000 રુપિયા નીચે છે. આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના સંક્રમણ ગત 7 દિવસમાં તેજીથી વધ્યું છે. જોકે આની અસર પણ જોવા મળી છે. માર્કેટ એક્સપર્ટનું માનીએ તો મહામારીના ડર અને ઈનફ્લેક્શનની ચિંતાની વચ્ચે વર્ષ 2022માં સોનું 55 હજાર રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી શકે છે. જો કે હાલ બજેટ છે તો સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી શકો છો

Tags:    

Similar News