શેરબજારમાં હોળીની અ'સર : સેન્સેક્સ 1 હજાર પોઈન્ટ, જ્યારે નિફ્ટી 287 પોઈન્ટ વધ્યો...

હોળી-ધૂળેટીના પર્વની અસર આજે શેરબજારમાં જોવા મળી હોય તેમ લાગે છે. સેન્સેક્સ 1 હજાર પોઈન્ટ ઉછળ્યો હતો

Update: 2022-03-17 07:26 GMT

હોળી-ધૂળેટીના પર્વની અસર આજે શેરબજારમાં જોવા મળી હોય તેમ લાગે છે. સેન્સેક્સ 1 હજાર પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 287 પોઈન્ટ જેટલો ઉછાળો આવ્યો હતો.

હોળીના પાવન પર્વે આજે પોઝિટિવ વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભારે રંગ જામ્યો હતો. હોલિકા દહનના દિવસે જ બજારના બન્ને સૂચકાંક લીલા નિશાન પર ખુલ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર ધરાવતો સેન્સેક્સ 820 પોઈન્ટ અથવા 1.44 ટકાના ઉછાળા સાથે 57,636 પર ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 228 પોઈન્ટ અથવા 1.34 ટકાના ઉછાળા સાથે 17203 પર ખુલ્યો હતો. હાલમાં સેન્સેક્સ 950 પોઈન્ટના વધારા સાથે 57,806 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

નોંધનીય છે કે, બુધવારે છેલ્લા કારોબારી દિવસે, શેરબજાર લીલા નિશાન પર ખુલ્લું હતું અને દિવસભર લાભ સાથે વેપાર કરતી વખતે મજબૂત ગતિ સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ ઇન્ડેક્સ 1039 પોઇન્ટ અથવા 1.86 ટકાના વધારા સાથે 56,817 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી ઇન્ડેક્સ 312 પોઇન્ટ અથવા 1.87 ટકાના વધારા સાથે 16,975 પર બંધ થયો હતો. આ સાથે જ એસબીઆઇ, ઇન્ડસઇન્ડ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફિનસર્વ, ટાઇટન, વિપ્રો, ટાટા સ્ટીલ, મારુતિ, લાર્સન એન્ડ ટુબ્રો, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસના શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

Tags:    

Similar News