PM મોદીએ RBIની બે સ્કીમ લોન્ચ કરી, ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ અને ફરિયાદોનું સમાધાન બનશે સરળ

આ સ્કીમ દ્વારા હવે આમ રોકાણકારો પણ ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં રોકાણ કરી શકશે, એટલે કે રોકાણ માટે નવું માર્કેટ મળશે

Update: 2021-11-12 07:56 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને ઈન્ટિગ્રેટેડ ઑમ્બડ્ઝ્મેન સ્કીમને વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી લોન્ચ કરી છે.RBIની રિટેલ ડાયકેક્ટ સ્કીમથી જ્યાં ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રિટેલ પાર્ટિસિપેશન વધશે. બીજી તરફ, ઈન્ટિગ્રેટેડ ઑમ્બડ્ઝ્મેન સ્કીમનો હેતુુ ફરિયાદોને દૂર કરનારી પ્રણાલીમાં સુધારો લાવવાનો છે. હાલ કોઈપણ રિટેલ ઈન્વેસ્ટર ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં સીધુ રોકાણ કરી શકે છે. માત્ર બેન્ક અને સંસ્થાગત રોકાણકારો જ રોકાણ કરી શકે છે.

આ સ્કીમ દ્વારા હવે આમ રોકાણકારો પણ ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં રોકાણ કરી શકશે, એટલે કે રોકાણ માટે નવું માર્કેટ મળશે.RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમની જાહેરાત આ વર્ષે 5 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. સ્કીમની જાહેરાત કરતા RBIના ગવર્નર શક્તિકાંત દાસે એને મહત્ત્વપૂર્ણ નીતિગત સુધારો ગણાવ્યો હતો. હાલ કોઈ પણ રિટેલ ઈન્વેસ્ટર ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં સીધુ રોકાણ કરી શકતા નથી. માત્ર બેન્ક અને સંસ્થાગત રોકાણકારો જ રોકાણ કરી શકે છે. આ સ્કીમ દ્વારા આમ રોકાણકારો પણ ગરર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં રોકાણ કરી શકશે. એટલે કે તમને રોકાણ માટે નવું માર્કેટ મળશે.

Tags:    

Similar News