બજેટના દિવસે સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઉછળ્યો, નિફ્ટી 17550 પાર

કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે.

Update: 2022-02-01 05:58 GMT

કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. યુએસ માર્કેટમાંથી મળેલા સંકેતોને કારણે એશિયન બજારોમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારના સારા સંકેતોને કારણે સ્થાનિક શેરબજારમાં તેજીથી શરૂઆત થઈ છે.

સેન્સેક્સ 915.35 પોઈન્ટ વધીને 58,929.52ની સપાટીએ પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટી 223 પોઈન્ટ વધીને 17,563 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં બેંક, આઈટી સહિતના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં તેજીનું વલણ છે. ઈન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ સુઝુકી, ટેક મહિન્દ્રા અને બ્રિટાનિયા શરૂઆતના વેપારમાં તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

બીજી તરફ BPCL, ટાટા મોટર્સ, IOC, ITC અને બજાજ ઓટોમાં ઘટાડાનો ટ્રેન્ડ છે, બજેટના એક દિવસ પહેલા સોમવારે સેન્સેક્સ 814 પોઈન્ટ અથવા 1.42 ટકાના ઉછાળા સાથે 58,014.17 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 238 પોઈન્ટ અથવા 1.39 ટકાના વધારા સાથે 17,339.85 પર બંધ થયો હતો.

Tags:    

Similar News