શેરબજારના હાલચાલ: સેન્સેક્સ 1546 અંક ઘટ્યો, નિફ્ટી 17149 પર બંધ

સિપ્લા 2.84 ટકા વધી 892.10 પર બંધ રહ્યો હતો. ઓએનજીસી 1.25 ટકા વધી 165.70 પર બંધ રહ્યો હતો.

Update: 2022-01-24 11:39 GMT

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1546 અંક ઘટી 57491 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 468 અંક ઘટી 17149 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 5.97 ટકા ઘટી 6932.75 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 5.98 ટકા ઘટી 1099.15 પર બંધ રહ્યો હતો. જોકે સિપ્લા, ઓએનજીસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા.

સિપ્લા 2.84 ટકા વધી 892.10 પર બંધ રહ્યો હતો. ઓએનજીસી 1.25 ટકા વધી 165.70 પર બંધ રહ્યો હતો. અમેરિકામાં વ્યાજ દરો વધવાના સંકેત, યુક્રેન અને રશિયાની વચ્ચેનો તણાવ અને વિદેશી રોકાણકારો દ્વારા સતત ભારતીય બજારમાં વેચવાલી. બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકાની સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ બેન્કની કાલથી શરૂ થઈ રહેલી બેઠક છે. તેમાં વ્યાજ દર વધારવાનો નિર્ણય લેવાય તેવી શકયતા છે. આ અંગેની નિર્ણય 26 જાન્યુઆરીએ લેવાશે. જોકે તે દિવસે ભારતીય શેરબજાર ગણતંત્ર દિવસના કારણે બંધ રહેશે. તેની અસર 27 જાન્યુઆરીએ જોવા મળી શકે છે.

Tags:    

Similar News