છોટાઉદેપુર: બે આશાવર્કર બહેનોને કોરોના વેક્સિન લીધા બાદ આડઅસર,વાંચો શું થઈ અસર

Update: 2021-01-17 11:13 GMT

છોટાઉદેપુર જિલ્લામાં શનિવારે વેક્સિનેશન દરમિયાન બે આશાવર્કર બહેનોને રિએક્શન આવ્યું હતું. જેમાં પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ પીએચસી ખાતે વેક્સિન લીધા બાદ એક આશાવર્કર બહેનને રિએક્શન આવતા ગભરામણ બાદ ચક્કર આવ્યા હતા, અને બોડેલી તાલુકાના સુર્યાઘોડા સેન્ટરમાં એક આશા વર્કર બહેનને પેટમાં દુખાવો અને ચક્કર આવતા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા.

જોકે તેમની તબિયત સુધારા પર જણાતા તેમને રજા આપવામાં આવી હતી. પાવીજેતપુર તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિકાસ રંજને જણાવ્યું હતું કે, શનિવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ વેક્સિન લીધા પછી એક આશા વર્કર બહેનને ગભરામણ અને ચક્કર આવ્યા હતા. જેથી તેમને બોટલ ચડાવવામાં આવી હતી. અને તબિયત સારી જણાતા સાંજે રજા આપવામાં આવી હતી.અત્રે મહત્વપૂર્ણ છે કે છોટાઉદેપુર જીલ્લામાં 3 કેન્દ્રો પર 64 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી જે પૈકી 2 આશાવર્કર બહેનોની તબિયત લથડી હતી.

Tags:    

Similar News