ચીનની "નાપાક" હરકત, ગલવાન હિંસાની જગ્યા પર ફરીથી સૈન્ય તંબૂઓ લગાવ્યા

Update: 2020-06-25 05:49 GMT

પૂર્વી લદ્દાખમાં સરહદ પરના તણાવને સમાપ્ત કરવા માટે લશ્કરી અને રાજદ્વારી કક્ષાની ચર્ચાઓ વચ્ચે ચીનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. LAC પાસે ગલવાન ઘાટીમાં ગત 15 અને 16 જૂનની રાત્રે થયેલી અથડામણમાં ભારતીય સેનાએ ચીનની માળખાકિય સુવિધા પોસ્ટ દૂર કરી હતી ત્યાં જ ચીને ફરીવાર સર્વેલન્સ પોસ્ટ બનાવી હોવાના સમાચાર મળી રહ્યાં છે.

ચીન આટલેથી અટક્યું નહીં. ચીની સૈનિકોએ દોલત બેગ ઓલ્ડિ વિસ્તારમાં પેટ્રોલિંગ પોઇન્ટ 10 થી 13 સુધીમાં ભારતીય સૈનિકોની પેટ્રોલિંગ પાર્ટીના કામમાં અવરોધ ઉભો કર્યો હતો. જોકે, ભારતીય સેનાએ પણ ચીની સેના દ્વારા કરવામાં આવેલી કોઈપણ કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવા માટે તૈયારીઓ કરી લીધી છે.

આ ઘટના વચ્ચે LACની ફ્રંટ પોસ્ટ પર સેના પ્રમુખ નારવણેએ બુધવારે મુલાકાત લીધી હતી. આર્મી ચીફ એમ.એમ. નરવાણેએ સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કરીને સૈનિકોને કોઈપણ સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે.

Tags:    

Similar News