પેટ્રોલ અને ડીઝલના ભાવ ડોલરને પણ વટાવી ગયાં, કોંગ્રેસે સરકાર પર કર્યો વાર

Update: 2020-06-29 12:12 GMT

2014ની લોકસભાની ચુંટણીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાના દિવા સ્વપનો બતાવાયાં હતાં પણ હવે પેટ્રોલ- ડીઝલના ભાવો સૌથી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયાં છે. ભાવ વધારાના વિરોધમાં સોમવારે કોંગ્રેસે રાજયવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પેટ્રોલ અને ડીઝલના ભાવના મુદ્દે કોંગ્રેસે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે. સોમવારે રાજયવ્યાપી વિરોધ પ્રર્દશન થકી કોંગ્રેસે ભાજપ પર વાર કર્યો હતો. શરૂઆત કરીએ સુરતથી.. સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ અઠવા વિસ્તારમાં ગળામાં બેનરો પહેરી ઘોડા ગાડી અને સાયકલ ફેરવીને વિરોધ નોંધાવ્યો હતો હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલાવિરોધ પક્ષના નેતા સહિત 35 લોકોની અટકાયત કરી હતી.

વડોદરામાં પણ કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ - ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.

રાજકોટમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ ગળામાં બેનરો પહેરી ઘોડે ચડી અને કેટલાક વોર્ડમાં સાયકલ ફેરવીને વિરોધ નોંધાવ્યો હતો. કોંગી અગ્રણીને બળજબરીથી ઘોડા પરથી ઉતારવામાં આવતા પોલીસ સાથે બોલાચાલી થઇ હતી.

બનાસકાંઠાના જિલ્લા મુખ્યમથક પાલનપુરમાં કોંગી કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. ગુરૂનાનક ચોકમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.

સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો દેવભુમિ દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરત જિલ્લાના કીમ અને ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ ખાતે પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ એકત્ર થઇ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમને સફળ બનાવ્યો હોત. વલસાડમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

Similar News