દેવભૂમિ દ્વારકા : કોટા ગામે દીપડો ફરી દેખાયો, વન વિભાગ આવ્યું હરકતમાં

Update: 2020-01-23 14:42 GMT

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના કોટા ગામે

દીપડાએ દેખા દેતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું. હાલ દીપડાને પકડવા

માટે પાંજરું મૂકી કવાયત હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં છેલ્લા દોઢેક માસથી અલગ

અલગ વિસ્તારમાં દીપડો દેખાવાની માહિતી સામે આવી હતી. વન વિભાગ દ્વારા દીપડાને

પાંજરે પૂરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. અગાઉ દીપડાના

ફૂટમાર્ક મળતા વન વિભાગ હરકતમાં આવી પાંજરું પણ મુકવામાં આવ્યું હતું, જ્યારે ફરી એક પાંજરું મુકવામાં આવ્યું છે, ત્યારે કોટા ગામની સીમ વિસ્તારમાં બે અલગ અલગ સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા

છે. હાલ વન વિભાગ દ્વારા લોકોને ભયભીત ન થવા અને અફવા ન ફેલાવવા અપીલ પણ

કરાઈ છે. તો બીજી તરફ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા પેટ્રોલિંગ પણ કરવામાં

આવી રહ્યું છે.

Tags:    

Similar News