ગીર સોમનાથ:શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મંદિરે ઉમટ્યું શિવભક્તોનું ઘોડાપુર

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભક્તો ઉમટી પડ્યા હતા

Update: 2023-09-11 07:22 GMT

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભક્તો ઉમટી પડ્યા હતા

પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું અનેરું મહત્વ હોય છે. આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે.સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે. શિવભક્તો શ્રાવણ માસમાં ઉપવાસ કરી, શિવલિંગ પર દૂધ-બીલીપત્ર ચઢાવી, યથાશક્તિ પ્રમાણે દાન અને ઓમ નમઃ શિવાયના જાપ સાથે ભગવાન શિવની આરાધના કરતાં હોય છે. આ સાથે જ શ્રાવણ માસ દરમ્યાન શિવભક્તો આશીર્વાદ મેળવવા અંતિમ સોમવારે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા જેને લઈ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Tags:    

Similar News