અમદાવાદ : ભગવાન જગન્નાથ રથયાત્રાને પગલે ગૃહ વિભાગ સતર્ક, ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાય

કોરોના કાળના 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા લાખો ભાવિકો સાથે નીકળશે,

Update: 2022-05-13 09:12 GMT

અમદાવાદમાં યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ વિભાગ એલર્ટ બન્યું છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. કોરોના કાળના 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા લાખો ભાવિકો સાથે નીકળશે, ત્યારે આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતાને પગલે ગૃહ વિભાગ સતર્ક થયું છે.

શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી રીવ્યુ મિટિંગ કરી રહ્યા છે. આ મિટિંગમાં ગૃહમંત્રી, પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર, ટ્રાફિક જેસીપી સેક્ટર-1 સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા રથયાત્રા વિશે જાણકારી આપવામાં આવી હતી. આમ જુલાઈમાં યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે અત્યારથી રાજ્ય પોલીસ અને ગૃહ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે.

Tags:    

Similar News