UPSC IFS મેન્સ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે, શિડ્યુયલ થયુ જાહેર

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભારતીય વન સેવા (Indian Forest Service) મેન્સ 2021 પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે.

Update: 2022-01-29 12:01 GMT

UPSC IFS Mains Exam 2021 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભારતીય વન સેવા (Indian Forest Service) મેન્સ 2021 પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. કમિશને સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર આ શેડ્યૂલ જાહેર કર્યું છે. જાહેર કરેલ સમય પત્રક મુજબ, UPSC મુખ્ય પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 6 માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાઓ બે પાળીમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9 થી બપોરે 12 અને બીજી શિફ્ટ બપોરે 2 થી 5 વાગ્યા સુધીની રહેશે. જે ઉમેદવારોએ પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી છે તેઓ મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પાત્રતા ધરાવે છે.

UPSC IFS Mains 2021 પરીક્ષાના ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ તારીખો નોંધી લે અને તે મુજબ પરીક્ષાની તૈયારી કરે. તમને જણાવી દઈએ કે, મુખ્ય પરીક્ષા બાદ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. જે બાદ પાસ થયેલ ઉમેદવારને ભારતીય વન સેવા માટે પસંદગી કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં વિભાગ II ની પેટા-કલમ (B) માં નિર્ધારિત વિષયોમાં 6 પેપર હશે. મુખ્ય પરીક્ષા ભોપાલ, ચેન્નાઈ, દિલ્હી, દિસપુર, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, નાગપુર, પોર્ટ બ્લેર અને શિમલા કેન્દ્રો પર લેવામાં આવશે. કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાના સંદર્ભ ઉમેદવારો કમિશન દ્વારા જાહેર કરાયેલ હેલ્પલાઈન નંબર 011-23385271 પર સંપર્ક કરી શકે છે. આ સાથે તમે ઈ-મેલ webcell-upsc@nic.in દ્વારા પણ સંપર્ક કરી શકો છો.

Tags:    

Similar News