ચૂંટણીપંચ માર્ચના પ્રથમ અઠવાડિયે જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવાની શકયતા - સુત્રો

Update: 2019-01-18 13:31 GMT

રાજકીય પક્ષોમાં વર્ષ 2019ની લોસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ જવા પામી છે. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શકયતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીની તારીખો માર્ચ મહિનામાં જ જાહેર કરી હતી. હાલમાં લોકસભાનો કાર્યકાળ 3 જુનના રોજ પુરો થવા જઈ રહ્યો છે. જેને લઈ લોકસભાની ચૂંટણી માર્ચ મહિનામાં થવાની શકયતાઓ દેખાઈ રહી છે.

લોકસભાની ચૂંટણીની સાથે સાથે કેટલાક રાજયોમાં વિધાનસભાની ચૂંટણી પણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ અને સિક્કીમની વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે થવાની શકયતા નકારી શકાતી નથી. ઈલેકશન કમિશનર લોકસભાની ચૂંટણૂની સાથે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પણ કરાવી શકે છે કારણ કે અત્યારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે આવા સંજોગો દરમિયાન અહી છ માસમાં વિધાનસભાની ચૂંટણી કરવી જરૂરી બન્યું છે.

જમ્મ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી વર્ષ નવેમ્બર 2018માં ભંગ થવા પામી હતી. જેથી અહીં ચૂંટણી કરાવવાની સમય મર્યાદા મે માસ સુધીની છે અને એ જ સમય દરમિયાન લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુશ્કેલ સમયને ધ્યાનમાં રાખી વહેલી ચૂંટણી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

Tags:    

Similar News