લ્યો બોલો! જૂનાગઢ સરકારી કચેરીમાં ક્યાથી આવી દારૂની ખાલી બોટલો? શું મનપા કચેરીમાં દારૂ પીવાતો હશે ?

Update: 2020-05-28 10:48 GMT

જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીમાં ખાલી દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં દારૂબંધી છે પણ સરકારી કચેરીમાંથી ખાલી બોટલો મળી આવવાને કારણે વિવાદ શરૂ થઈ ગયો છે. આ મામલે કોંગ્રેસના કોર્પોરેટરે તંત્ર પર આક્ષેપ લગાવ્યા છે.

જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. મેયરના ચેમ્બર પાસેની લોબી પાસે કચરાની પેટીમાંથી દારૂની બોટલ મળી આવતા અનેક સવાલ થઈ રહ્યા છે. દારૂની ખાલી બોટલો મળી આવતા પૂર્વ કોંગી કોર્પોરેટર આક્ષેપ કર્યા છે કે, જાણ કર્યા બાદ પણ પોલીસ પહોંચી નથી.

મહત્વનું છે કે, સરકાર દ્વારા દારૂબંધીના કાયદા બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારી કચેરીમાંથી દારૂની ખાલી બોટલ મળી આવતા અનેક સવાલ થઈ રહ્યા છે.. ત્યારે હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે કે નહી તે પણ એક સવાલ છે.

Tags:    

Similar News