છેલ્લા બે દિવસના સમયગાળામાં સોના-ચાંદીના ભાવમાં ભરખમ વધારો

Update: 2020-01-07 03:11 GMT

નિષ્ણાંતોના અનુસાર અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધના

ભણકારાએ આજે સોનાના ભાવોમાં ભડાકો કર્યો છે. સોમવારે સોના ભાવ અત્યાર સુધીના સૌથી

ઉચ્ચા દરે પહોંચી ગયો છે. શેર બજારમાં પડતીને કારણે સુરક્ષિત રોકાણના રૂપમાં રોકાણકારોના રસ સોનામા વધ્યા હતો. જેના કારણે

આજ રોજ શેર બજારમાં 10 ગ્રામ

સોનાની કિંમતમાં 690 રુપિયાની તેજી જોવા મળી હતી. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ધરખમ

તેજી જોવા મળી હતી.

સોનાનો ભાવ 4 જાનુઆરીના

રોજ 41,410 હતો સોમવારે સોનાનો ભાવ વધીને 42,100 રૂપિયા પહોંચ્યો હતો. વિતેલા

દિવસોમાં સોનાની કિંમતમાં 690 રૂપિયાનો વધારો થયો છે. સોનાની જેમ

ચાંદીના ભાવમાં પણ તેજી આવી હતી. ચાંદીની કિંમત 48,325 રુપિયાથી વધીને 51042 રુપિયા કિલોગ્રામ થઇ હતી. 

નિષ્ણાંતોના મત મુજબ અમેરિકા-ઇરાન

વચ્ચે વધી રહેલા તણાવથી દુનિયાની અન્ય કરન્સીની જેમ ભારતના રૂપિયાની કિંમત પણ ઘટતી જોવા મળી

હતી. સોમવારે રૂપિયો એક

ડોલરની સરખામણીએ લગભગ 25 પૈસા

તૂટતાની સાથે ટ્રેન્ડ કરી રહ્યો હતો.  

Tags:    

Similar News