ગુજરાત બજેટ 2021: નાણામંત્રી નીતિન પટેલે આજે ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું બજેટ કર્યું રજૂ

Update: 2021-03-03 12:36 GMT

નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આજે વિધાનસભામાં ગુજરાતનું નાણાકીય વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, આ વખતનું બજેટ 2.27 લાખ કરોડનું છે જે ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે.

ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે આજે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. નીતિન પટેલે ગુજરાતના વિકાસની વાતો સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. નીતિન પટેલે રજૂ કરેલું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત 2.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વખતે 2.27 લાખ કરોડનું બજેટ પાછલા બજેટ કરતા 10,000 કરોડથી વધુ છે. બજેટમાં રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમા કરવેરામાં કોઈપણ વધારો ન કરવાનો નિર્ણય લેવાયો છે.

Tags:    

Similar News