ગુજરાતમાં મતદાનના સપ્તાહમાં ૩૦ હજાર જેટલા લગ્નપ્રસંગ, મતદાન પર થશે અસર

નવેમ્બરના અંતિમ સપ્તાહમાં 5 દિવસ તેમજ ડિસેમ્બર ના પ્રથમ સપ્તાહમાં બે મળીને કુલ 7 દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે

Update: 2022-11-07 07:18 GMT

ગુજરાતમાં મતદાનના દિવસે જ ખૂબ લગ્નો હોવાને કારણે મતદાન કરવું કે લગ્ન કરવા એ લોકો માટે પ્રશ્ન બન્યો છે. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં મુહુર્ત હોવાથી આ વખતે અમદાવાદમાં 35 હજાર લગ્નો યોજાશે. બેન્ડ બાજા બારાત સાથે આ વખતે રાજકીય ચૂંટણીના લગ્નના ઢોલ ની સિઝન પણ ચાલી રહી છે.2, 4 અને 8 ડિસેમ્બરે શ્રેષ્ઠ મુહૂર્ત હોવાથી ચિક્કાર લગ્ન યોજાશે.મતદાનને અસર થઈ શકે તેવું ઈવેન્ટ આયોજન માની રહ્યા છે.ચૂંટણી પંચે ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાન ની તારીખ જાહેર કરી છે.

નવેમ્બર અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શિયાળુ લગ્નોત્સવ ની ધૂમ છે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં 5 દિવસ તેમજ ડિસેમ્બર ના પ્રથમ સપ્તાહમાં બે મળીને કુલ 7 દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે પરંતુ નવેમ્બર અને ડિસેમ્બરના દિવસો હવે મેરેજ ફંકશન ના રંગમાં ભંગ પાડનારું બની રહેશે. ચૂંટણી પંચ મુજબ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર અને પાછા ખેંચવાની તારીખ 17 નવેમ્બર જ્યારે બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર, જ્યારે પાછા ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ સંજોગોમાં જેના પણ લગ્ન શુભ મુહુર્તમાં નિર્ધાર્યા છે. તેને ચૂંટણી પહેલા તૈયારીઓ નડશે.

Tags:    

Similar News