રાજ્યમાં આજે કોરોનાના 425 નવા કેસ નોધાયા, એક દર્દીનુ થયું મોત

આજે નવા કોરોનાના વધુ 425 કેસ નોધાયા છે. જ્યારે 663 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા

Update: 2022-08-16 16:04 GMT

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગત દિવસ કરતા નજીવો વધારો આવ્યો છે. આજે નવા કોરોનાના વધુ 425 કેસ નોધાયા છે. જ્યારે 663 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3480 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 20 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. આજે કોરોનાને લીધે એક દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 145 કેસ, સુરત કોર્પોરેશનમાં 15, વડોદરા કોર્પોરેશનમાં 43 , ભાવનગર કોર્પોરેશનમાં 02, જામનગર કોર્પોરેશનમાં 09, ગાંધીનગર કોર્પોરેશનમાં 10 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 47 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10994 મોત થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 72,306 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 12 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.86 ટકા પહોચ્યો છે.

Tags:    

Similar News