રાજ્યમાં આજે કોરોનાના 816 નવા પોઝિટિવ કેસ નોધાયા, 745 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં કુલ 816 કોરોનાના નવા દર્દીઓ ઉમેરાયા છે જેની સામે 745 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

Update: 2022-07-21 17:17 GMT

આજે રાજ્યમાં કોરોનાના નાવા 816 કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં કુલ 816 કોરોનાના નવા દર્દીઓ ઉમેરાયા છે જેની સામે 745 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હોવાનું સામે આવ્યું છે. પરંતુ આજે અમદાવાદમાં બે લોકો કોરોના સામે જિંદગીનો જંગ હારી ગયા હોંવાનું સામે આવતા લોકોમાં ચિંતા જાગી છે. આ ઉપરાંત રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 5168 છે જેમાંથી 10 લોકોની સ્થિતિ ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર હેઠળ સરવાર લઈ રહ્યા છે અને આજે 2,10, 623 લોકોએ વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે. રાજ્યમાં કોરોના દર્દીઓના સાજા થવાનો દર 98.71 છે.

અમદાવાદ શહેરમાં 312 કેસ સામે આવ્યા છે જયારે એકલા અમદાવાદમાં જ બે લોકો કોરોના સામેનો જંગ હારી જતા હાહાકાર મચી જવા પામ્યો છે. વધુમાં સુરતમાં 52 કેસ, વડોદરામાં 51 અને રાજકોટમાં 36 કેસ સામે આવ્યા છે વધુમાં ગાંધીનગરમાં 20 અને ભાવનગરમાં 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તથા જામનગરમાં પણ 11 કેસ અવ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.

વધુમાં મહેસાણા જિલ્લામાં 56 કેસ,વડોદરામાં 40, સુરતમાં 25, કચ્છમાં 24, પાટણમાં 21,વલસાડમાં 21, આણંદમાં 16 અને ભરુચમાં 15 તેમજ રાજકોટમાં 13 અને અમરેલીમાં 12 સહિત રાજ્યભરમાં કુલ 816 કેસ સામે આવ્યા છે. વધુમાં બોટાદ, છોટાઉદયપુર, દાહોદ,ડાંગ, જુનાગઢ સહિતના શહેરોમાં આજે પણ કોરોના નો ચેપી પંજો પડયો ન હોવાથી આ શહેરોમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી.

Tags:    

Similar News