ગુજરાત કોંગ્રેસને મોટો “ઝટકો” : પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા કાંતી સોઢા પરમારે કર્યા કેસરિયા

ગુજરાત રાજ્યમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આણંદ કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

Update: 2023-01-30 10:46 GMT

ગુજરાત રાજ્યમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આણંદ કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ કાંતી સોઢા પરમારે ગાંધીનગર કમલમ પહોચી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરિયા કરી લીધા છે.

Full View

ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના ધારાસભ્યો કે, નેતાઓ ભાજપમાં જોડાવાની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે કોંગ્રેસને આજે વધુ એક ફટકા સ્વરૂપે આણંદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ કાંતિ સોઢા પરમારે ગાંધીનગર કમલમ પહોચી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરી લીધો છે. કાંતિ સોઢા પરમાર વર્ષ 2017માં આણંદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે, 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલ સામે તેઓની હાર થઈ હતી. નોંધનીય છે કે, કાંતિ સોઢા પરમાર કોંગ્રેસ છોડે તેવી અગાઉ 2020માં પણ અટકળ સામે આવી હતી. તો વળી તાજેતરમાં સ્થાનિકોએ મતવિસ્તારમાં પડતી અગવડોને લઈને કાંતિ સોઢા પરમારને ઘેર્યા હતા. એટલું જ નહીં, કાંતિ સોઢા પરમારના દિકરા ઉપર એક યુવકને માર માર્યાનો પણ આક્ષેપ થતાં વિવાદ સર્જાયો હતો.ગુજરાત કોંગ્રેસને મોટો “ઝટકો” : પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા કાંતી સોઢા પરમારે કર્યા કેસરિયા

Tags:    

Similar News