સૌરાષ્ટ્રના આકાશમાં બની ભેદી ઘટના, ખગોળીય ઘટનાથી લોકોમાં કુતૂહલ સર્જાયું

ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં આકાશમાં કુતૂહલ સર્જાયું હતું આકાશમાં ચળકતી વસ્તુ દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું

Update: 2022-06-19 09:01 GMT

ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં આકાશમાં કુતૂહલ સર્જાયું હતું આકાશમાં ચળકતી વસ્તુ દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું

ગતરોજ રાત્રિના સમયે રાજ્યના કેટલાક વિસ્તારમાં આકાશમાં ચળકતી લાઇટો જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો હતો. આ અવકાશી નજારો જોનાર લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. જ્યારે જિજ્ઞાસુ લોકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા. શરૂઆતમાં અજાયબી લાગતી આ ઘટના બાદમાં સ્ટારલિંક હોવાનું સામે આવ્યું હતું. રાજ્યના અમરેલી, ગીર સોમનાથ, માંગરોળ, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, જૂનાગઢ, કેશોદ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં આકાશમાં અદભુત નજારો જોવા મળ્યો હતો. જાફરાબાદના લોર, કડીયાળી, વાઢેરા સહિતના ગામ લોકોએ પણ આ નજારો નિહાળ્યો હતો. આ ખગોળીય ઘટના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દેખાઇ હતી. આ ઘટના અંગે લોકોમાં ચર્ચા જાગી છે. કારણ કે થોડા સમય અગાઉ જ આકાશમાં અગનગોળો જોવા મળ્યો હતો. ત્યારે હવે આકાશમાં ચળકતો પદાર્થ જોવા મળતા લોકોએ આ ઘટનાને પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી છે, તો એક વીડિયો દરિયાના માછીમારોએ પણ ઉતાર્યો છે. લોકો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે.

Tags:    

Similar News