ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો, AAP અને કોંગ્રેસના 250 જેટલા કાર્યકરો BJPમાં જોડાયા…

ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાએ આશરે 250 જેટલા AAP અને કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપની વિચારધારા સાથે જોડ્યા છે.

Update: 2022-04-04 13:16 GMT

દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવ્યા બાદ, હવે AAP ગુજરાતમાં પગપેસારો કરી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આમદમી પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે, ત્યારે 2022ની ચૂંટણી અગાઉ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે. AAP અને કોંગ્રેસને ભાજપે વધુ એક ફટકો આપ્યો છે. આજે કમલમ ખાતે ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની આગેવાની AAP અને કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા છે. ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાએ આશરે 250 જેટલા AAP અને કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપની વિચારધારા સાથે જોડ્યા છે.

મધ્ય ગુજરાતના આ કાર્યકરોને જોડતા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, આજે BJPમાં જોડાવવા માટે હું તમામનું સ્વાગત કરું છું. AAP અને કોંગ્રેસ મળીને 250 કાર્યકતાઓ ભાજપમાં જોડાયા છે. દિવસ રાત એક કરીને વડાપ્રધાન કામ કરી રહ્યા છે, લાંબા સમયથી ગુજરાતમાં બીજેપીનું શાસન છે. કિસાનોને ગુમરાહ કરી પંજાબમાં સરકાર બનાવવામાં AAP સફળ રહી છે. હમણાં રોડ શો માટે દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રીઓ આવ્યા પણ એમના આવવા ન આવવાથી ગુજરાતની જનતા ગુમરાહ થશે નહીં. કેન્દ્રની અંદર સતત 2014થી 8 વર્ષથી નરેન્દ્ર મોદી PM છે. ખૂબ મોટી સંખ્યામાં રાજકીય કાર્યકતાઓ જોડાયા તેમનું સ્વાગત છે. આવનાર ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થવાનો છે, ત્યારે હવે વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ વચ્ચે ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે.

Tags:    

Similar News