અમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2 બચ્ચા, લોકોમાં ભયનો માહોલ

રાત્રિના અરસામાં પાણીના મોટા ભૂંગળામાં દીપડી અને તેના બચ્ચા બેઠા હતા.

Update: 2022-07-01 13:15 GMT

અમરેલીના પાદર ગણાતા જેસિંગપરામાં રાત્રીના સમયે વડી ડેમની કેનાલમાંથી એક દીપડી અને તેના બચ્ચા જોવા મળતા સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરાય હતી. આ અગાઉ પણ અમરેલીમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા હતા, ત્યારે હજુ સુધી વન વિભાગને દીપડા પકડવામાં સફળતા મળી નથી જેના કારણે લોકોમાં ફફડાટની લાગણી ફેલાય છે.

મળતી માહિતી અનુસાર, અમરેલીના જેસિંગપરમાં ગત રાત્રીના સમયે અહીંથી પસાર થતી વડી ડેમની સિંચાઈ માટેની કેનાલમાં એક દીપડી અને તેની સાથે તેના 2 બચ્ચા જોવા મળ્યા હતા. રાત્રિના અરસામાં પાણીના મોટા ભૂંગળામાં દીપડી અને તેના બચ્ચા બેઠા હતા. જોકે, આ દીપડા કોઈ માણસને ઈજા પહોચાડે તે પહેલા જ સ્થાનિકોએ દ્વારા પાણીના ભૂંગળાની આગળ પત્થરો મુકી દેવામાં આવ્યા હતા.

પરંતુ વન વિભાગ દ્વારા બીજા દિવસે સવારે સ્થળ પર જઈ પત્થરો હટાવીને જોતાં દીપડી તથા તેના બચ્ચા નાસી છૂટ્યા હોવાનું જોવા મળ્યું હતું. આ દીપડી સતત એક મહીનાથી અહી આંટાફેરા મારતી હોવાનું લોકોએ જણાવ્યુ હતું. આ સાથે જ સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

Tags:    

Similar News