અમરેલી : મુખ્યમંત્રીએ લાઠીના આંગણે નિર્માણધીન જળ સંચય યોજનાના કામોનું નિરીક્ષણ કર્યું...

અમરેલી જિલ્લાના લાઠી ખાતે જળ સંચયના કામોની સમીક્ષા અને પરીક્ષણ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.

Update: 2022-06-06 10:21 GMT

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાના લાઠીના આંગણે નિર્માણધીન સરોવર અને જળ સંચયના કામોના નિરીક્ષણ કરવા પધાર્યા હતા, જ્યાં લાઠીના અલગ સરોવરનું નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીએ કામગીરીની સરાહના કરી હતી.

અમરેલી જિલ્લાના લાઠી ખાતે જળ સંચયના કામોની સમીક્ષા અને પરીક્ષણ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. અમદાવાદથી અમરેલી અને અમરેલીથી મોટર માર્ગે લાઠી પહોંચીને ધનજીબાપા સરોવર ખાતે સરોવરનું નિરીક્ષણ કર્યું હતું. લાઠીના ગાગડીયા નદી પર નિર્માણધીન સરોવરની કામગીરીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિહાળી હતી. લાઠીમાં નવા નિર્માણ પામેલા જળ સંગ્રહના કામો જોઈ મુખ્યમંત્રી અભિભૂત થયા હતા.

લાઠીના દેવળીયા ખાતે ગાગડીયો નદી પર જળ સંચયના કામોનું પણ મુખ્યમંત્રીએ પરીક્ષણ કર્યું હતું. લાઠીના દુધાળામાં હેતની હવેલી ખાતે મુખ્યમંત્રી પહોંચ્યા હતા, જ્યાં લાઠીના દુધાળા સહિતના 20 જેટલા ગામડાઓ માટે આશીર્વાદ સમાન સરોવરનું ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ સ્વખર્ચે નિર્માણ કરાવી લાઠી-લીલીયાના ગામડાઓની ખેતીને નંદનવન કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. આ સતહ જ મુખ્યમંત્રીએ લાઠી-લીલીયાના 73 ગામડાઓ માટેના નેત્રયજ્ઞ રથનું લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

Tags:    

Similar News