અમરેલી : તાઉતે વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકશાનીના રિ-સર્વેની માંગ સાથે કોંગ્રેસના ધરણાં

ગામ્ય વિસ્તારમાં તાઉતે વાવાઝોડાથી મોટું નુકશાન પહોંચ્યું હતું, ત્યારે આજદિન સુધી ખેડૂતોને નુકશાનીનું વળતર મળ્યું નથી

Update: 2021-08-13 10:11 GMT

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં તાઉતે વાવાઝોડામાં ખેડૂતોને થયેલ નુકશાનીના રિ-સર્વેની માંગ સાથે પ્રતીક ઉપવાસ પર બેઠેલા કોંગ્રેસ કાર્યકતાઓની પોલીસે અટકાયત કરી હતી.

ખાંભા તાલુકાના ગામ્ય વિસ્તારમાં તાઉતે વાવાઝોડાથી મોટું નુકશાન પહોંચ્યું હતું, ત્યારે આજદિન સુધી ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર મળ્યું નથી. કોંગ્રેસના ધારસભ્ય અંબરીશ ડેરની આગેવાનીમાં રી-સર્વેની માંગ સાથે એક દિવસના પ્રતીક ઉપવાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂત આગેવાનોએ ઉપસ્થિત રહી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. તો સાથે જ પ્રતિક ઉપવાસ ઉપર બેસેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની ખાંભા પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી.

Tags:    

Similar News