અમરેલી: કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો ચિંતાતુર

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કેળા, એરંડા, જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.

Update: 2021-12-03 12:29 GMT

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કેળા, એરંડા, જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.

અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલા વડ ગામ ખાતે ધરતીપુત્રોને કમોસમી વરસાદના કારણે ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. કેળા, એરંડા, કપાસ જેવા અનેક પાકોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. કાળી મહેનતની કમાણી પર માવઠાએ કહેર વરસાવ્યો છે અને આ કમોસમી વરસાદથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મહત્વનુ છે કે, વડ ગામમાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનીની સહાય આજદીન સુધી આપવામાં આવી નથી. ત્યારે માવઠાના કારણે ફરી એકવાર ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ખેડૂતો નુકસાનીનું વળતર ક્યારે મળશે તેવી ગુહાર લગાવી રહયા છે. જોકે, વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ અહીના ખેડૂતોને સહાયથી વંચિત રખાતા હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.

Tags:    

Similar News