અમરેલી : ત્રિવેણી ચેકડેમમાં ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ, તંત્રની લાપરવાહી સામે આવી

સાવરકુંડલા તાલુકાના બાઢડા અને જાબાળ ગામની વચ્ચે સુરજવડી ડેમ પર આવેલો ત્રિવેણી ચેકડેમ. પ્રથમ ધોધમાર વરસાદથી સુરજવડી ડેમમાં પાણી આવ્યું હતું,

Update: 2022-06-27 07:55 GMT

હજુ ચોમાસાના પ્રારંભે જ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદમાં સાવરકુંડલાના બાઢડા જાબાળ વચ્ચેના ત્રિવેણી ચેકડેમમાં ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે તંત્રની બેદરકારી સામે આવી હતી.

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા અને જાબાળ ગામની વચ્ચે સુરજવડી ડેમ પર આવેલો ત્રિવેણી ચેકડેમ. પ્રથમ ધોધમાર વરસાદથી સુરજવડી ડેમમાં પાણી આવ્યું હતું, સુરજવડી ડેમ પર જ ત્રણ નદીઓ ભેગી થતી હોય છે અને ત્યાં ચેકડેમ બાંધવામાં આવ્યો છે જેનું ત્રિવેણી ડેમ નામ આપ્યું છે. આ ત્રિવેણી ડેમમાં પાણી ભરાવાને કારણે આજુબાજુના જાબાળ, બાઢડા, શાંતિનગર સહિતના 6 થી 7 ગામડાઓ માટે આશીર્વાદ સમાન ત્રિવેણી ડેમમાં ગઈકાલે ડેમના ઓગનની બાજુમાં મસમોટું ગાબડું પડી જતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. ગઈકાલે ત્રિવેણી ચેકડેમ ઓવરફ્લો થઈ ને ઉપરથી 2 3 ફૂટ પાણી વહેતું હતું પણ તંત્રની લાપરવાહીના કારણે ત્રિવેણી ડેમમાં આગળની બાજુમાં જ ગાબડું પડી જતા ખેડૂતોને આખા ચોમાસામાં ડેમના પાણીને કારણે ઉનાળુ શિયાળુ પાક સામે સવાલો ઉભા થયા છે.

અભરામપરા, ધજડી, જાબાળ, બાઢડા, શાંતિનગર સહિતના ગામડાઓ માટે આશીર્વાદ સમાન ત્રિવેણી ડેમમાં ગાબડું પડવાથી લાખો લીટર પાણી વહી ગયું છે ને હાલ પણ પાણીનો ધસમસતો પ્રવાહ ડેમમાં ગાબડું પડવાથી વહી રહ્યો હોય ત્યારે અધિકારીઓ નિરીક્ષણ કરીને જતા રહે છે પણ નક્કર કામગીરી કરીને ફરી ડેમનું રીનોવેશન કરે તો પાણીનો સંગ્રહ થઈ શકે જ્યારે અમરેલી જિલ્લાના 112 જેટલા ચેકડેમો અને રીનોવેશન ના અભાવે પાણી ચોમાસામાં ટકશે નહિ જ્યારે સરકાર દ્વારા પોણા પાંચ કરોડ ડેમના રીનોવેશન માટે ફાળવી દીધી છે ને હાલ સરકાર જળ સંચયમાં વ્યસ્ત છે પણ અમરેલી નું તંત્ર સરકારની જળ સંચયની બચાવવાની કામગીરી પ્રત્યે લાપરવાહી કરતું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

Tags:    

Similar News