અમરેલી : લમ્પી વાયરસના કારણે 15થી વધુ પશુના મોત, પશુપાલન વિભાગ સતર્ક થયું

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે.

Update: 2022-07-20 12:30 GMT

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે.15થી વધુ પશુના લમ્પી વાયરસના કારણે મોત થતાં પશુપાલન વિભાગ સતર્ક થયું છે.

કેરળ અને મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસ પ્રસરી રહ્યો છે. જામનગર બાદ પોરબંદર, રાજકોટ અને અમરેલી ખાતે પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામોમાં લમ્પી વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. લમ્પી વાયરસના કારણે ઈશ્વરીયા, કરિયાણા, નાની કુંડળ સહિતના ગામોમાં 8થી 10 જેટલા પશુના મોત થયા છે. ઈશ્વરીયા ગામે 40 જેટલા પશુઓ બીમાર અવસ્થામાં છે, ત્યારે હાલ તો પશુ દવાખાના તબીબો દ્વારા પશુઓને સારવાર આપવામાં આવી રહી છે. પશુઓમાં લમ્પી વાયરસ ફેલાતા માલધારીઓ અને પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. સમગ્ર જિલ્લામાં લમ્પી વાયરસના કારણે 15થી વધુ પશુઓના મોત થતાં પશુપાલન વિભાગ સતર્ક થયું છે. આ સાથે જ લમ્પી વાયરસને અટકાવવા અસરગ્રસ્ત પશુઓને આઈસોલેટ કરવા અને પશુઓ માટે રસીકરણ ઝુંબેશ ધનિષ્ઠ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ ધારસભ્ય વિરજી ઠુમ્મર દ્વારા આ મામલે સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે.

Tags:    

Similar News