અમરેલી : વિપક્ષના નેતા પરેશ ધાનાણી વગાડવા લાગ્યાં "મંજીરા", જુઓ વિડીયો

કોંગ્રેસના યુવા નેતા છે પરેશ ધાનાણી, પરેશ ધાનાણી છે વિધાનસભામાં વિપક્ષના નેતા.

Update: 2021-08-15 10:22 GMT

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી બહુમુખી પ્રતિભાના માલિક છે ત્યારે હવે તેઓ એક સારા મંજીરા વાદક હોવાનું સામે આવ્યું છે. અમરેલી ખાતે આયોજીત સુંદરકાંડના પાઠમાં તેઓ મંજીરા વગાડતાં નજરે પડયાં હતાં.

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી કયારેક બસ ચલાવતાં, કયારેક રિકશા ચલાવતાં તો કયારેક હળ ચલાવતાં જોવા મળે છે. હવે તેમનું એક અલગ સ્વરૂપ સામે આવ્યું છે. પરેશ ધાનાણી રાજનેતાની સાથે એક સારા મંજીરા વાદક પણ છે. અમરેલીના ઓમ નગર વિસ્તારમાં સ્વાતંત્રય પર્વની પુર્વ સંધ્યાએ સુંદરકાંડ તેમજ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજરી આપવા ગયેલાં પરેશ ધાનાણીએ મંજીરા પણ હાથ અજમાવ્યો હતો. તેમણે દેશવાસીઓને નિરોગી અને તંદુરસ્ત રાખવા માટે હનુમાન દાદાના ચરણોમાં શિશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.

Tags:    

Similar News