અમરેલી:વન્ય પ્રાણીઓના ઘાતક હથિયારો વડે શિકાર કરતા બે શિકારીઓને સાવરકુંડલા વનવિભાગે ઝડપી પાડયા

અમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કરનાર શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

Update: 2023-01-31 10:33 GMT

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના અમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કરનાર શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાવરકુંડલાના અમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કર્યો હોવાની બાતમીને આધારે વન વિભાગના આર.એફ.ઓ. પ્રતાપ ચાંદુ અને ફોરેસ્ટર યાસીન જુણેજા સહિતની વનતંત્રની ટીમે દરોડો પાડતા બે શિકારીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા.

Full View

ઘટના સ્થળેથી દેશી જામગરી બંધુક, દેશી બંદૂકનો પાવડર, કુહાડી, પાઇપ તેમજ નીલગાયનો દેશી બંધુકથી કરેલો શિકાર સહિતની સાધન સામગ્રી વન વિભાગે કબજે લઈને નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતા બંને શિકારીઓને આબાદ રીતે ઝડપી પાડવામાં વન વિભાગ સફળ થયું હતું.નીલગાયના શિકારી સતાર મોરી અને સુલતાન લાડક દ્વારા અગાઉ નીલગાય કે અન્ય કોઈ વન્ય પ્રાણીઓના શિકાર કર્યા છે કે કેમ તે અંગે વનતંત્ર દ્વારા આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે અને બંને શિકારીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ વનવિભાગે હાથ ધરી હતી

Tags:    

Similar News