અમરેલી : વડિયા તાલુકામાં પાછોતરા વરસાદે બગાડી ખેડૂતોની દશા, યોગ્ય સહાયની માંગ

અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકશાન થયું છે, ત્યારે વડિયા તાલુકાના દેવલકી ગામે ખેતરમાં પાણી ભરાય રહેતા મગફળી તેમજ ઢોરનો પાલો ધૂળ થઈ ગયો હતો.

Update: 2021-10-19 10:22 GMT

અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકશાન થયું છે, ત્યારે વડિયા તાલુકાના દેવલકી ગામે ખેતરમાં પાણી ભરાય રહેતા મગફળી તેમજ ઢોરનો પાલો ધૂળ થઈ ગયો હતો. આ ઉપરાંત ખેતરમાં પાણીના કારણે સેવાળ થઈ જતા જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે.

આ છે અમરેલી જિલ્લાનું છેવાડાનું વડિયા તાલુકાનું દેવળકી ગામ. દેવળકી ગામના ખેડૂતો મોટેભાગે મગફળીનું વાવેતર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે, આ વર્ષે અહીંના ખેડૂતોને મગફળીનું ઉત્પાદન ખૂબ જ સારું થયું છે. પરંતુ પાછોતરા વરસાદે ખેડૂતોની દશા બગાડી નાખી છે. આ સીઝનમાં અનિયમિત વરસાદથી તો ખેડૂતો હેરાન હતા. પરંતુ પાછોતરા વરસાદથી પાકની નુકશાની અંગે ખેડૂત ચિંતિત થયો છે. છેલ્લા 10 દિવસથી ખેડૂતે પોતાના તૈયાર પાકના પાથરા ખેતરમાં રાખ્યા હતા. જોકે, એક ધારું ખેતરમાં વહેતા પાણીએ જમીનમાં સેવાળ ઊભી કરી છે, ત્યારે વરસાદી આફત બાદ ખેતરમાં ભરાયેલ પાણીના કારણે પાથરા સડી ગયા હતા. આ કુદરતી આફત વચ્ચે ધરતીપુત્ર મૂંઝાયો છે. ખેડૂતની આ ચાર મહિનાની કાળી મજૂરી રાત ઉજાગરા અંતે એક પાઇ પણ મળે તેમ નથી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર-સહાયની ચૂકવાય તેવી માંગ ઉઠી છે.

Tags:    

Similar News