અમરેલી : પતિનું હાર્ટએટેકથી મોત નિપજતા પત્નીએ ગળેફાંસો ખાધો, યુવા દંપતિની અંતિમયાત્રા નીકળતા ગામ હીબકે ચઢ્યું...

મૃતક યુવાને 6 માસ પહેલા જ તેના જ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પ્રિન્સી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા

Update: 2023-05-14 11:53 GMT

અમરેલી જિલ્લાના લીલીયામાં કડીયા કુંભાર જ્ઞાતિના પતિનું ગતરોજ સાંજે હાર્ટએટેકથી મોત થયું હતું. જે બાદ પત્નીએ પણ પંખા સાથે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. નાના એવા ગામમાં અચાનક યુવા દંપતિના કમોતથી શોકની લાગણી પ્રસરી હતી. મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના લીલીયા ગામમાં કડીયા કુંભાર જ્ઞાતિના 25 વર્ષીય ધવલ રાઠોડ નામના યુવકનું ગતરોજ સાંજે હાર્ટએટેકથી મોત થયું હતું. આ યુવાન બપોરે વાડીએ ગયો હતો, અને સાંજે ઘરે પરત આવતા તેને છાતીમાં મુંઝારો થવા લાગ્યો હતો. જેથી તાબડતોબ સ્થાનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલા જ યુવકનું મોત થયું હતું.

મૃતક યુવાને 6 માસ પહેલા જ તેના જ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પ્રિન્સી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. રાત્રે પરિજનોએ યુવકનું મોત થયું હોવાનું ઘરના મહિલા સભ્યોને જણાવ્યું હતું. જોકે, ધવલનું મોત થયું હોવાની જાણ પત્નીને થતાં તેણીએ પોતાના રૂમમાં જઇ પંખા સાથે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. પરિણામે તેનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવના પગલે પોલીસે યુવા દંપતિનું લીલીયા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતું. તો બીજી તરફ, એક સાથે જ યુવા દંપતિની અંતિમયાત્રા નીકળતા નાના એવા ગામમાં શોકની લાગણી પ્રસરી હતી.

Tags:    

Similar News