આણંદ : GCMMF-અમૂલના ચેરમેનની ચૂંટણી યોજાય, ચેરમેન પદે શામળ પટેલ થયા રિપીટ...

ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.(અમૂલ)ના ચેરમેન પદની ચૂંટણી આજે તા. 24મી જાન્યુઆરીના રોજ આણંદ ખાતે યોજાય હતી.

Update: 2023-01-24 10:31 GMT

ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.(અમૂલ)ના ચેરમેન પદની ચૂંટણી આજે તા. 24મી જાન્યુઆરીના રોજ આણંદ ખાતે યોજાય હતી. જેમાં GCMMF અમૂલના ચેરમેન પદે શામળ પટેલ તેમજ વલમજી હુંબલને વાઇસ ચેરમેન તરીકે રિપીટ કરવામાં આવ્યા છે.

ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. અમૂલના ચેરમેન અને વાઈસ ચેરમેન માટેની મુદ્દત પુરી થતાં આજરોજ અમૂલના આણંદ સ્થિત હેડકવાર્ટસ ખાતે ચૂંટણી યોજાય હતી. જેમાં સાબરડેરીના ચેરમેન શામળ પટેલ હાલ GCMMFના ચેરમેન છે, અને તેમની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. GCMMFના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા ચેરમેનની ચૂંટણી કરવા માટે કલેક્ટરને દરખાસ્ત મોકલી આપી હતી. કલેક્ટર ડી.સી.ગઢવી દ્વારા GCMMFના ચેરમેનપદની ચૂંટણી યોજવા માટે પ્રાંત અધિકારી ડો. ધવલકુમાર બારોટની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સહકારી ક્ષેત્રના નવા નિયમોનુસાર નવા ચેરમેનનો કાર્યકાળ 3 વર્ષના બદલે 5 વર્ષનો થતા અઢી વર્ષે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થતી હોય છે. વાર્ષિક રૂ. 70 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતાં GCMMFના ચેરમેનની ચૂંટણી જાહેર થતાં ગુજરાતમાં સહકારી દૂધ ઉત્પાદક સંઘોનું રાજકારણ ગરમાયું હતું. આ ચૂંટણીમાં GCMMF સાથે સંકળાયેલાં 18 દૂધ ઉત્પાદક સંઘોના ચેરમેન એવા ડિરેક્ટર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, ત્યારે GCMMF અમૂલના ચેરમેન પદે શામળ પટેલ તેમજ વલમજી હુંબલને વાઇસ ચેરમેન તરીકે રિપીટ કરાયા છે.

Tags:    

Similar News