અરવલ્લી: ભિલોડામાં ખાબકેલ ભારે વરસાદના કારણે સુનસર ધોધ થયો જીવંત,જુઓ વિડીયો

Update: 2023-07-09 08:26 GMT

અરવલ્લી જીલ્લામાં ભાર વરસાદ

ભારે વરસાદના કારણે સુનસર ધોધ થયો જીવંત

મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા

અરવલ્લી જીલ્લામાં વરસેલ ભારે વરસાદના કારણે સુનસર ધોધ થયો જીવંત થયો છે ત્યારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ધોધ પર ઉમટી રહ્યા છે

હાલ હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લાના અલગ-અલગ તાલુકાઓ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભીલોડામાં ભારે વરસાદ ખાબકતા વધુ એક વખત સુનસર ધોધ જીવંત થયો છે.ભિલોડા અને આસપાસના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદના કારણે સુનસરનો ધોધ ફરી એક વખત જીવંત થયો છે. ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા સુનસરનો નજારો ખુબજ આલાહદક લાગી રહ્યો છે. દૂર દૂરથી સહેલાણીઓ ધોધનો નજારો માણવા ઉમટ્યા હતા.મોડાસા,અમદાવાદ,હિંમતનગરથી પ્રવાસીઓ ધોધનો નજારો માણવા પહોંચ્યા હતા ત્યારે ધોધનો નયનરમ્ય નજારો જોવા મળી રહયો છે.

Tags:    

Similar News