અરવલ્લી: મેઘરાજાની તોફાની બેટીંગ,મોડાસા, માલપુર, ધનસુરા અને ભિલોડામાં વરસાદ ખાબક્યો

Update: 2023-07-10 09:21 GMT

અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રીથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.

અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રીથી ધોધમાર વરસાદ વરસ્યો છે જિલ્લાના મોડાસા અને મેઘરજ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો.ભારે વરસાદ વરસવાને કારણે મોડાસા તેમજ મેઘરજ તાલુકામાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે.મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તા સહિત બસ સ્ટેશન તેમજ ડીપ વિસ્તારમાં પાણી ભરાવાની ભરાયા હતા.વહેલી સવારે ભારે વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Tags:    

Similar News