આખરે અસિત વોરાની ચેરમેનપદે વિદાય, શું હજારો પરીક્ષાર્થીઓને ન્યાય મળશે ?

સચિવાલયમાં કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થયા બાદ વિવાદોના વમળમાં સપડાયેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસીત વોરાએ રાજીનામુ આપી દીધું છે.

Update: 2022-02-07 12:27 GMT

સચિવાલયમાં કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થયા બાદ વિવાદોના વમળમાં સપડાયેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસીત વોરાએ રાજીનામુ આપી દીધું છે. તેમણે સ્વેચ્છાએ રાજીનામુ આપ્યું કે સરકારે રાજીનામુ લખાવી લીધું છે તે રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન પદેથી અસીત વોરાએ રાજીનામું આપી દીધું છે. હેડ ક્લાર્ક પરીક્ષા બાદ ઘણા સમયથી વિદ્યાર્થી ઉમેદવાર તેમજ વિપક્ષ સહિત યુવરાજ સિંહ જાડેજા દ્વારા સરકાર સમક્ષ અનેક વખત રાજીનામાંની માંગ કરવામાં આવી હતી. જે બાદ આજે અસિત વોરાએ રાજીનામું આપી દીધું હોવાના મોટા સમાચાર મળી રહ્યા છે.

તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે 3 વાગ્યાની આસપાસ બેઠક કરી હતી.જે બાદ અસિત વોરાએ રાજીનામાની જાહેરાત કરી છે. હવે પ્રશ્ન એ ઉઠ્યો છે કે જો સરકાર તરફથી ક્લીન ચીટ આપી હતી તો કેમ અસિત વોરાનું રાજીનામું લઈ લેવાયું? શું અસિત વોરા પર રાજીનામુ આપવા માટેનું દબાણ હતું? હાલ તો આ નિર્ણય અસિત વોરાનો પોતાનો છે કે કેમ તે મુદ્દો ચર્ચાના ચકડોળે છે. ભાજપનું કહેવું છે કે બોર્ડ નિગમમાં રાજીનામાંના લેવાયેલા નિર્ણયને કારણે આ રાજીનામું સામેથી આપી દેવામાં આવ્યું છે. અસિત વોરાએ GSSSB ચેરમેન પદેથી જ્યારે બળવંતસિંહ રાજપૂતે GIDCના ચેરમેન પદેથી રાજીનામું, આઇ.કે.જાડેજાએ સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ, સમિતિના ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધું છે. 

Tags:    

Similar News