વિધાનસભા પહેલા આપે સંગઠનનું બીજું લિસ્ટ જાહેર કર્યું,જાણો કોઈને કઈ જવાબદારી મળી..

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Update: 2022-06-30 10:27 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ પક્ષો આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા પોતપોતાની રીતે રણનીતિ તૈયાર કરી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ કુલ 6098 જેટલા પદાધિકારીઓનું બીજું સંગઠન જાહેર કર્યું છે.

ધાર્મિક માથુકીયા AAPની વિદ્યાર્થી પાંખ ના પ્રમુખ બનાવાયા છે. જ્યારે ભેમાભાઈ ચૌધરી પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવાયા છે. પ્રદેશ કક્ષાએ 148, લોકસભા કક્ષાએ 53 કાર્યકર્તાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા સમિતિમાં 1509 કાર્યકર્તાઓને જવાબદારી સોંપાઈ છે તો વિધાનસભા કક્ષાએ 4488 કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે.આ અંગે ખુદ AAPએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'આગામી વિધાનસભાની ચૂંટણીમાં લડાઈ લડવા માટે લગભગ 6098 જેટલા નવા પદાધિકારીઓ ની નિમણૂંક કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા ગુજરાત AAPમાં પ્રદેશ પ્રમુખ સિવાયના તમામ હોદ્દેદારોને પદ પરથી હટાવી દેવાયા હતા. ત્યારે થોડા દિવસો અગાઉ AAP ગુજરાતના પ્રભારી સંદિપ પાઠકે ગુજરાત AAPના સંગઠનને લઈને મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ઈસુદાન ગઢવી AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. તો કૈલાશ ગઢવી ને આમ આદમી પાર્ટી ગુજરાતના ખજાનચી બનાવાયા હતા.

Tags:    

Similar News