ભરૂચ : દહેજની MRF કંપનીના સહયોગથી પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે અદ્યતન બાસ્કેટ કોટનું નિર્માણ કરાશે

Update: 2021-07-08 07:24 GMT

ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત MRF કંપની દ્વારા સી.એસ.આર. એક્ટિવિટી અંતર્ગત ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડ ખાતે અદ્યતન બાસ્કેટ કોટનું નિર્માણ કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ શહેરના કાળી તલાવડી વિસ્તારમાં આવેલ ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડ ખાતે અદ્યતન બાસ્કેટ કોટ નિર્માણ કરવાનું આયોજન કરાયું છે, ત્યારે જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને આ કાર્યમાં ઉદ્યોગ એકમોનો સહયોગ મળી રહે તે હેતુસર દહેજની MRF લીમીટેડ કંપની દ્વારા સી.એસ.આર. એક્ટિવિટી અંતર્ગત રૂપિયા 15 લાખના ખર્ચે અદ્યતન બાસ્કેટ કોટ બનાવવા માટે સહયોગ સાથે સાથ સહકાર આપવામાં આવ્યો છે.

આ અવસરે MRF લીમીટેડ કંપનીના યુનિટ હેડ સાજી વર્ગીશ, કંપની સલાહકાર હરીશ જોષીએ જીલ્લા પોલીસ વડાની મુલાકાત લઈ વહેલી તકે અદ્યતન બાસ્કેટ કોટનું નિર્માણ કાર્ય શરૂ કરવા અંગેની તૈયારી બતાવી હતી. જેમાં આગામી 4 મહિનામાં 5 લેયર એથ્રેલીક સિન્થેટીક કોટ, બાસ્કેટ બોલ મુવિંગ પોલ સાથેનો અદ્યતન બાસ્કેટ કોટ તૈયાર કરવામાં આવશે.

Tags:    

Similar News