ભરૂચ : ડભાલ ગામેથી પાના-પત્તાનો જુગાર રમતા 6 શકુનીઓ ઝડપાયા

Update: 2021-07-14 09:59 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ડભાલ ગામની સીમમાંથી પાના-પત્તાનો જુગાર રમતા 6 ઇસમોને ઉમલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર, ઉમલ્લા પોલીસ મથકના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર.ઠુમ્મર તેઓના સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન અંગત બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે, ડભાલ ગામની સીમમાં કેટલાક ઈસમો પાના-પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે, ત્યારે ઉમલ્લા પોલિસે બાતમીના આધારે ઉમલ્લા પોલીસે સ્થળ પર છાપો મારતા 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા.

જેમાં પોલીસે રોકડ રકમ 10,160 રૂપિયા તથા 2 નંગ મોબાઇલ જેની કિંમત 8000 રૂપિયા મળી કુલ કિંમત 18,160 રૂપીયાના મુદ્દામાલ સાથે ડભાલના રહેવાસી રામસિંગ વસાવા, પ્રવિણ વસાવા, મહેશ વસાવા, કિરણ વસાવા, ગંભીર વસાવા અને કિશન વસાવાને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ઉમલ્લા પોલીસે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News