ભરૂચ : દહેજ સ્ટીમ કોલસામાં ભૂકી ઉમેરી કોલસો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા

દહેજ પોલીસે કોલસા કાંડના પાંચ આરોપીઓને ૨૧ ટન કોલસો અને વાહનો સહિત ૩૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા અદાણી કંપનીમાંથી ફિલાટેક્ષ કંપનીમાં જતો કોલસો અધ વચ્ચેથી સગેવગે થતો હતો

Update: 2022-03-07 14:49 GMT

દહેજ પોલીસે કોલસા કાંડના પાંચ આરોપીઓને ૨૧ ટન કોલસો અને વાહનો સહિત ૩૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા અદાણી કંપનીમાંથી ફિલાટેક્ષ કંપનીમાં જતો કોલસો અધ વચ્ચેથી સગેવગે થતો હતો

વાગરા તાલુકાના સુવા ગામની હોટલ પાછળના કમ્પાઉન્ડમાંથી સ્ટીમ કોલસામાં ભૂકી ઉમેરી કોલસો સગેવગે કરવામાં આવતુ હોવાનું કૌભાડ દહેજ પોલીસે પકડી પાડયુ છે.પોલીસે ૩૮.૩૭ લાખના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સાઈ મંદિર સ્થિત સન બંગલોઝમાં રહેતો જગજીવન ઉર્ફે રીંકું જશવિન્દર સિધ્ધુ કેટલાક ઇસમો સાથે દહેજના સુવા ગામની પાસે આવેલ એક હોટલ પાછળના કમ્પાઉન્ડમાં અદાણી એંટરપ્રાઇઝમાંથી કોલસો ભરી લઈ જતી ટ્રકોમાંથી કોલસો ચોરી કરે છે.તેવી બાતમી દહેજ પોલીસને મળી હતી.જેના આધારે પોલીસે વોચ ગોઠવતા તે સમયે ડમ્પર માંથી જે.સી.બી. મશીન વડે કોલસો ભૂકી ભરી રહ્યા હતા.દરમિયાન પોલીસે ત્રાટકીને સ્થળ પરથી ૨૧ ટન સ્ટીમ કોલસો અને ૮૮ ટન કોલસાની ભૂકી,ડમ્પર, ફોર વ્હીલ ગાડી તેમજ ૫ મોબાઈલ ફોન મળી કુલ ₹૩૮.૩૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કોલસા કૌભાંડમાં જગજીવન ઉર્ફે રીંકું જશવિન્દર સિધ્ધુ, મુકેશ મહેન્દ્ર પૂજારા,મનસુખ હાપલીયા અને ડમ્પર ચાલક કિશનસિંહ દશરથસિંહ ગૌડ તેમજ બડેબાબુ અશરફી પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો.

પોલીસે કોલસા અંગે ઝડપાયેલા ઈસમોની પૂછપરછ કરતા આ કોલસો અદાણી એંટરપ્રાઇઝમાંથી જોલવા સ્થિત ફિલાટેક્ષ કંપનીમાં ખાલી કરવા નીકળતા ડમ્પર ચાલકોનો સંપર્ક કરી કાવતરું રચી રસ્તામાં અધવચ્ચેથી સગેવગે કરવામાં આવતુ હોવાની કબૂલાત કરી હતી. દહેજ પોલીસે ઝડપાયેલ પાંચેય ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી વાગરા કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

Tags:    

Similar News