ભરૂચ : અંકલેશ્વર સ્થિત રામકુંડ સ્મશાન અને ઢેડિયા ખાડા બાગ ખાતે કરાયું વૃક્ષારોપણ

અંકલેશ્વર અને અંકલેશ્વર નગર પાલિકાના સહયોગથી રામકુંડ સ્મશાન અને ઢેડિયા ખાડા બાગ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Update: 2021-07-04 12:16 GMT

ભરૂચના અંકલેશ્વરમાં પેરેડાઈઝ ઈન્ડિયા, અંકલેશ્વર અને અંકલેશ્વર નગર પાલિકાના સહયોગથી રામકુંડ સ્મશાન અને ઢેડિયા ખાડા બાગ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આજરોજ પેરેડાઈઝ ઈન્ડિયા, અંકલેશ્વર અને અંકલેશ્વર નગર પાલિકાના સહયોગથી રામકુંડ સ્મશાન અને ઢેડિયા ખાડા બાગ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં પેરાડાઈઝ ઇન્ડિયાના અમિત રાણા, અક્ષેશ પટેલ, હિરેન પ્રજાપતિ, અર્જુનભાઈ તેમજ અંક્લેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર અને ગાર્ડન ઇન્ચાર્જ રઘુવીરસિંહ મહિડાના હસ્તે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર વિસ્તારમાં ઘણું દુર્લભ જોવા મળતું "કૈલાશપતિ" વૃક્ષનું પણ રામકુંડ સ્મશાન ખાતે રોપાણ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના રઘુવીરસિંહ મહિડા દ્વારા પેરેડાઇઝ ઇન્ડિયા (NGO)ના તમામ સભ્યોનો સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કૈલાસપતિ વૃક્ષની દુર્લભતા વિશે જાનવ્યું હતું. NGOના એન્વાયરમેન્ટ એંજીનિયર અમિત રાણાએ જાનવ્યું હતું કે, "ઘણા જુજ માત્રામાં આ વૃક્ષ અંકલેશ્વરમાં જોવા મળે છે તેમજ વધતાં જતાં પ્રદૂષણને કારણે શહેરમાં આવા દુર્લભ વૃક્ષો ઘણા મહત્વના છે. તે માટે સંસ્થા આવા છોડ ઉગાડી તેની રોપણી કરી રહી છે."

Tags:    

Similar News