ભરૂચ : ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે વિના મુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

ભરૂચ શહેરના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે વિના મુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું.

Update: 2021-06-26 14:43 GMT

ભરૂચ શહેરના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે વિના મુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા તરફથી છેલ્લા 28 વર્ષથી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવી રહયું છે.

ડૉ. બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કોરોનાને અનુલક્ષી સરકારે બહાર પાડેલી ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરાયો હતો. સંસ્થા તરફથી છેલ્લા 28 વર્ષથી ગરીબ અને જરૂરીયાતમંદ છાત્રોને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા નાઝુ ફડવાલા, વિધ્યાવાસીની ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જે.જે.શુકલા, સામાજીક અગ્રણી અને પત્રકાર કૌશલ ગૌસ્વામી સહિત સુરેશ મહેતા, વૈશાલીબેન ચંદેલ, દીપિકા પરમાર, નીતાબેન બારશાખવાલા, કલ્પેશ વસાવા, રાકેશ પરમાર ,ગોવિંદ સુરતી, ઘનશ્યામ પટેલ ,માવજીભાઈ લુહાર , રમેશ સોલંકી, મનોજભાઈ ચંદેલ, આલજીભાઈ ગોહિલ અને કનુ પરમાર સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Tags:    

Similar News