ભરૂચ: દહેજની વેલ્સપુન કંપનીના કામદારોની બદલી કરાતા આંદોલનના એંધાણ

દહેજ પંથક માં આવેલ વેલ્સપુન કંપનીએ કામદારોને ટ્રાન્સફર લેટર આપતા મામલો ગરમાયો છે.કામદારોનો આક્રોશ જોતા આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.

Update: 2021-06-22 13:08 GMT

દહેજ પંથક માં આવેલ વેલ્સપુન કંપનીએ કામદારોને ટ્રાન્સફર લેટર આપતા મામલો ગરમાયો છે.કામદારોનો આક્રોશ જોતા આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.


દહેજના જોલવા સ્થિત વેલ્સપુન કંપનીના મોટા ભાગના કામદારોને ટ્રાન્સફર ઓર્ડર પકડાવી દેતા કામદારોની સ્થિતિ "જાયે તો જાયે કહાં" જેવી બની છે.ત્યારે ૪૦૦થી વધુ કર્મચારીઓ વેલ્સપુન કંપનીના ગેટ પર એકત્ર થયા હતા.તેઓની રોજીરોટીનો પ્રશ્ન સર્જાતા ગુજરાત કામદાર યુનિયન અને દહેજ ઔધીયોગિક કામદાર સંઘ બંનેએ ભેગા મળી કંપની સામે લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે . આક્ષેપ કરવામાં આવ્યા છે કે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવતા કર્મચારીઓ ગીન્નાયા હતા અને કંપનીના કાયમી કામદારોને છૂટા કરી કોન્ટ્રાકટ સિસ્ટમ લાવવા નું ષડ્યંત્ર રચાયુ હોવાનો પણ યુનિયનોએ આક્ષેપ કર્યો હતો.કોરોના ની પ્રથમ લહેર માં કંપની એ ૧૦૦% હાજરી માંગીને કામ લીધુ હતુ અને અત્યારે કોરોનાની ગતિ મંદ પડી છે ત્યારે વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવીએ વાત કામદારોને અસમંજસમાં મૂકી દીધા છે અને એઓના હકની માંગ કરી રહ્યા છે

Tags:    

Similar News