ભાવનગર : 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત 728 સ્વ-સહાય જૂથોને રૂ. 943 લાખના સહાય ચેક વિતરણ કરાયા...

ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ હોલ, સરદારનગર ખાતે સ્વ-સહાય જૂથોને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

Update: 2022-09-17 14:39 GMT

ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ હોલ, સરદારનગર ખાતે સ્વ-સહાય જૂથોને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણના સ્વપ્નને સાકાર કરતાં આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લામાં કાર્યરત સ્વ-સહાય જૂથોની બહેનોને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ૫૧૧ સ્વ-સહાય જૂથોને રૂા. ૭૩૨ લાખના કેશ ક્રેડિટ મંજૂરી પત્રો, ૯૫ સ્વ-સહાય જૂથોને રૂ. ૨૮.૫૦ લાખના રીવોલ્વિંગ ફંડ ફાળવણી પત્રો તથા ૧૨૨ સ્વ-સહાય જૂથોને રૂ. ૧૮૩ લાખના કોમ્યૂનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પી.એમ.જે.એ.વાય-માં યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે વર્ચુયલ માધ્યમથી જોડાઈને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજરોજ વૈશ્વિક નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સ્વ-સહાય જૂથોની બહેનોને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ડબલ એન્જિનની અમારી સરકાર વિકાસનાં પાયામાં રહીને કરી કરતી સરકાર છે. છેવાડાના અને ગરીબ લોકોને સુધી સીધા લાભ મળે એ કેન્દ્રમાં રહીને કામ કરતી સરકાર છે. ૨૦ વર્ષનો વિશ્વાસથી વિકાસ માટે ખૂબ જ મોટા નિર્ણયો લઈને રાજ્યને એક અલગ ઉંચાઈ આપવાનું કાર્ય અમારી સરકારે કર્યું છે, ત્યારે ગુજરાતના ગામડાઓમાં પણ આરોગ્ય, રોજગારી, પીવીસી બ્લોક, હર ઘર નલ જેવી સુવિધાઓમાં વધારો થયો છે.

Tags:    

Similar News