ભાવનગર : આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અંતર્ગત લાભાર્થી યુગલોને સહાય ચેક અર્પણ કરાયા

આ સહાય અંતર્ગત રૂ. ૫૦,૦૦૦ની સહાય ઘરવખરી માટે તેમજ રૂ. ૫૦,૦૦૦ની સહાય રાષ્ટ્રીય બચત પત્રોની ફિક્સ ડિપોઝીટનાં રૂપે આપવામાં આવે છે

Update: 2021-08-12 10:16 GMT

સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે ડો. સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ આજે કલેકટર કચેરી ખાતે કલેકટર યોગેશ નિરગુડેએ ૬ યુગલોને સહાયના ચેક અર્પણ કર્યા હતા.

આ સહાય અંતર્ગત રૂ. ૫૦,૦૦૦ની સહાય ઘરવખરી માટે તેમજ રૂ. ૫૦,૦૦૦ની સહાય રાષ્ટ્રીય બચત પત્રોની ફિક્સ ડિપોઝીટનાં રૂપે આપવામાં આવે છે. ભાવનગર જિલ્લા કલેક્ટરએ નવયુગલોને નવજીવનની શુભકામનાઓ પાઠવી નવું લગ્ન જીવન કેવું ચાલે તેની સહજ ભાવે પૃચ્છા કરી હતી. આ સિવાય લગ્નજીવનમાં આપ્તજનો તેમજ સમાજનો શું અભિપ્રાય છે તેના વિેશે પણ જાણકારી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય વ્યક્તિ સાથે જ્યારે લગ્ન કરવામાં આવે ત્યારે આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ સમાજમાં સામાજીક સમરસતામાં લાવવાનો તેમજ નવવિવાહિત યુગલને તેમની નવી સફર શરૂ કરવાં માટે મદદ કરવાનો છે. આ સહાયનાં ચેક અર્પણ કરતી વેળા મદદનીશ કલેકટર પુષ્પલત્તા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી આર.ડી.પરમાર, યુગલોના સ્નેહીજનો તથા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News