ઉનાળામાં પાણીની સમસ્યા સામે ભાવનગર મનપાનો “માસ્ટર પ્લાન”, તો કેટલાક ડેમોમાં છે પાણીની અછત..!

ભાવનગરની જનતાને ઉનાળામાં પાણીના પ્રશ્ને પરેશાન થવું નહીં પડે. શહેરની 8 લાખની વસ્તી માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

Update: 2023-03-03 10:17 GMT

કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ભાવનગર શહેરમાં પાણીની સમસ્યાને લઈને મનપા કમિશનરે ડેમ અને પાણીની વ્યવસ્થા પર નજર કરી પાણીની સમસ્યા નહીં સર્જાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Full View

ભાવનગરની જનતાને ઉનાળામાં પાણીના પ્રશ્ને પરેશાન થવું નહીં પડે. શહેરની 8 લાખની વસ્તી માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉનાળાના સમયમાં પાણીનો કોઈ મોટો પ્રશ્ન ઊભો ન થાય તે માટે મહાનગરપાલિકાએ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. એક તરફ આકરા ઉનાળાના પગલે ગરમીનો પ્રભાવ શરૂ થઈ ચૂક્યો છે. ગરમી શરૂ થતાની સાથે જ પાણીની માંગ વધવા લાગે છે. જોકે, મહાનગરપાલિકા કોઈપણ કાપ વગર ઉનાળામાં પાણી પૂરું પાડવાની વાત કરી રહી છે. પાલિકા દ્વારા મહિને 200 જેટલા ટેન્કરો અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાત પ્રમાણે મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ આ ટેન્કરો લગ્નપ્રસંગે આપવામાં આવતા હોય છે. તેમજ કોઈપણ સ્થળે કોઈ ટેકનીકલ ખામી હોય તો તેના કારણે જે તે વિસ્તારમાં ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. આમ ઉનાળા દરમ્યાન શહેરમાં પાણીની કોઈ સમસ્યા નહીં રહે તે માટે પાલિકા સજ્જ બની છે.

તો બીજી તરફ, ભાવનગર શહેરને પાણી પૂરું પાડતો શેત્રુંજી ડેમ,બોરતળાવ અને ખોડિયાર ડેમ છે. હાલ શેત્રુંજી ડેમ પાણીથી 56 ટકા ભરેલો છે. મહાનગરપાલિકા,ગારીયાધાર અને પાલીતાણાને વર્ષ દરમ્યાન 2200 MCFT પાણીની જરૂરિયાત રહેતી હોય છે. એટલે કહી શકાય કે, ઉનાળામાં 900 MCFT પાણી મહાનગરપાલિકાને 6 મહિના માટે જરૂરિયાત હોય છે. શેત્રુંજી ડેમમાં 6851 MCFT પાણી છે, જ્યારે 2200 MCFT પાણી રિઝર્વ રાખવામાં આવતું હોય છે. જે એક વર્ષ દરમિયાન ચાલે એટલું પાણી હોય છે. આ સાથે જિલ્લામાં 13 ડેમો પૈકી શેત્રુંજી, ખારો, માલણ, બગડ, રોજકી, રંઘોળા જેવા ડેમો 40 ટકાથી 60 ટકા વચ્ચે ભરેલા રહે છે, જ્યારે 5 ડેમો રજાવળ, લાખણકા,હણોલ, ઢીંગલી અને જસપરા માંડવામાં પાણી ઓછા થયા છે.

Tags:    

Similar News